શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

પિઝા ખાવાનું ભૂલી જશો… પિઝાના રોટલા પર ટોઇલેટના બ્રશ….Video થયો વાયુવેગે વાયરલ

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
પિઝા ખાવાનું ભૂલી જશો… પિઝાના રોટલા પર ટોઇલેટના બ્રશ….Video થયો વાયુવેગે વાયરલ

દુનિયાભરના ઘણા વીડિયો વાયરલ થાય છે. હવે આ સમયે એક વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વિડીયો જોયો તેના હોશ ઉડી ગયા. વાસ્તવમાં આ વિડિયો પિઝા ખાનારાઓ માટે છે જેમને પિઝા ખૂબ ગમે છે. જો કે, આ વિડિયો જોયા પછી તમને પિઝાથી નફરત થઈ જશે. ખરેખરમાં આ વીડિયો ડોમિનોસ પિઝાની દુકાનનો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં લોકો જોઈ શકે છે કે પિઝા બનાવવા માટે કણક ટ્રે પર મૂકવામાં આવે છે અને તેની ઉપર ટોઈલેટ બ્રશ-વાઈપ્સ લટકતા જોવા મળે છે.

પિઝાના લોટ પાસે ટોઇલેટ બ્રશ અને વાઇપ્સ લટકતા જોઈને લોકો ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. વાસ્તવમાં, ટ્વિટર યુઝર સાહિલ કરનાનીએ બેંગલુરુમાં ડોમિનોઝની એક બ્રાન્ચમાંથી તસવીરો શેર કરવા માટે ટ્વિટરનો ઉપયોગ કર્યો હતો. તમે જોઈ શકો છો કે આ તસવીરોમાં પિઝાના લોટની ટ્રે પર મોપ લટકતો જોવા મળે છે. જોકે, બાદમાં સાહિલે રેસ્ટોરન્ટના કિચનનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને તેણે પોસ્ટમાં જણાવ્યું હતું કે તેણે ભોજન લેવા માટે રેસ્ટોરન્ટમાં રાહ જોતી વખતે આ તસવીર અને વીડિયો લીધો હતો.

આ તસવીરો અને વીડિયો જોયા બાદ ફૂડની ગુણવત્તાને લઈને ચિંતિત યુઝર્સે પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરૂ કરી દીધું હતું. એક ટ્વિટર યુઝરે આશ્ચર્યચકિત થઈને લખ્યું, ‘ડોમિનોઝમાં ફરી ક્યારેય ખાશો નહીં.’ જ્યારે બીજાએ લખ્યું, ‘જુઓ. આ સ્થળના લોકો જવાબદાર છે..સમગ્ર ડોમિનો નહીં…’ ઘણા લોકોએ આવી કોમેન્ટ કરી છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

આ મહિલાના ડાંસમાં એવું તે શું છે કે 22 કરોડ લોકોએ વીડિયો જોયો, મહિલાનું શરીર જોઈ ચોંકી જશો
Viral

આ મહિલાના ડાંસમાં એવું તે શું છે કે 22 કરોડ લોકોએ વીડિયો જોયો, મહિલાનું શરીર જોઈ ચોંકી જશો

VIRAL VIDEO: દુનિયાભરમાં એવા કેટલાય લોકો છે, જો પેતાના અનોખા અંદાજના કારણે રાતોરાત ફેમસ અથવા વાયરલ થઈ જતાં હોય છે. […]

સૌરાષ્ટ્રમાં પણ આવેલો છે રાજસ્થાન જેવો “જલ મહેલ” જુઓ તસવીરો…
Ajab Gajab

સૌરાષ્ટ્રમાં પણ આવેલો છે રાજસ્થાન જેવો “જલ મહેલ” જુઓ તસવીરો…

ગુજરાતનું પેરિસ એટલે સૌરાષ્ટ્રનું જામનગર શહેર આજે આપણે આ શહેરના મધ્યમાં આવેલ લાખોટા તળાવ અને તેની વચ્ચે આવેલ લાખોટા મહેલમાં […]