શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

લો બોલો, દૂધની આડમાં વિદેશી દારૂની કરવામાં આવી રહી હતી હેરાફેરી, આ રીતે કરવામાં આવ્યો પર્દાફાશ

M

MT Online Correspondent

•3 મિનિટ વાંચો
શેર કરો:
લો બોલો, દૂધની આડમાં વિદેશી દારૂની કરવામાં આવી રહી હતી હેરાફેરી, આ રીતે કરવામાં આવ્યો પર્દાફાશ

રાજ્યમાં છેલ્લા થોડા મહિનાઓથી વિદેશી દારૂની હેરાફેરી કરનારાઓ સામે પોલીસ દ્વારા સખ્ત વલણ અપનાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પોલીસ દ્વારા અવારનવાર દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવી રહ્યું છે તેમ છતાં ઘણી વખત બૂટલેગરો દ્વારા દારૂ ઘૂસાડવા માટ નવી-નવી ટેકનીક અપનાવવામાં આવતી હોય છે જેને જોઇને પોલીસની ટીમ ચકિત થઈ જતી હોય છે.

આવી જ એક ઘટના ગાંધીનગરથી સામે આવી છે. જેમાં દૂધની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ગાંધીનગરમાં અમૂલ દૂધના ટેન્કરમાંથી વિદેશી દારૂ મળી આવતા ચકચાર મચી ગયો છે. આ બાબતમાં પોલીસ દ્વારા ટેન્કર અને દારૂનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગરમાં એલસીબી ટીમ દ્વારા અમૂલ દૂધના ટેન્કરમાંથી 7668 નંગ વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમ છતાં ડ્રાઈવર નાસી છુટવામાં સફળ રહ્યો હતો. તેની સાથે અમૂલ ગાડીને સહી સલામત નિયત સ્થળે પહોંચાડવા માટે પાયલોટિંગ કરતી અર્ટિગા કાર સાથે ડ્રાઇવરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની ટીમ દ્વારા દારૂના જથ્થાની સાથે બે વાહનો મળી કુલ રૂ. 15.06 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાજેતરની જાણકારી મુજબ, અમૂલ દૂધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ પહોંચે તે પહેલાં જ એલસીબીની ટીમ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. રૂપાલ ગામમાં વરદાયિની માતાની પલ્લીમાં પેથાપુર પોલીસ પણ બંદોબસ્તમાં રહેલી હતી.

આ દરમિયાન દારૂની હેરાફેરી પકડવા માટે એલસીબીની ટીમ દ્વારા પેથાપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એલસીબીને જાણકારી મળી હતી કે, સોનીપુર – કોલવડા રોડ પરથી અમૂલ દૂધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ માટે રવાના કરવામાં આવી રહ્યો છે. જેના કારણે એલસીબીની ટીમ દ્વારા પહેલાથી જ ત્યાં વોચ ગોઠવી દેવામાં આવી અને અમૂલનું ટેન્કર અને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

તેના પછી એલસીબીની ટીમ દ્વારા અમૂલ દૂધના ટેન્કરમાં તપાસ કરવામાં આવી તો તેમાં વિદેશી દારૂની 7668 જેટલી બોટલ જોવા મળી હતી. આ સિવાય દૂધના ટેન્કરને પ્રોટેક્ટ કરનારી અર્ટિગા કાર અને તેના ડ્રાઈવરને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા કરવામાં આવેલ પૂછપરછ દરમિયાન અમદાવાદના એક વ્યકિતે રાજસ્થાનથી દારૂ મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે પોલીસની ટીમ દ્વારા અમૂલ દુધનું ટેન્કર, અર્ટિંગા કાર સાથે દારૂનો જથ્થો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

ગુજરાત વિધાનસભામાં BBC વિરુદ્ધ પ્રસ્તાવ પસાર, ગૃહમંત્રીએ કહ્યું- ડોક્યુમેન્ટ્રી 135 કરોડ નાગરિકો વિરુદ્ધ
Gandhinagar

ગુજરાત વિધાનસભામાં BBC વિરુદ્ધ પ્રસ્તાવ પસાર, ગૃહમંત્રીએ કહ્યું- ડોક્યુમેન્ટ્રી 135 કરોડ નાગરિકો વિરુદ્ધ

ગાંધીનગર: બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રી અંગે શુક્રવારે ગુજરાત વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકારને રાજ્યમાં 2002ના રમખાણોને લઈને […]

રોડ શો બાદ PM મોદીની વિદ્યાર્થીઓ સાથે વાતચીત, કહ્યું- ટ્રેનિંગ સિસ્ટમ બદલવાની જરૂર
Gandhinagar

રોડ શો બાદ PM મોદીની વિદ્યાર્થીઓ સાથે વાતચીત, કહ્યું- ટ્રેનિંગ સિસ્ટમ બદલવાની જરૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં રોડ શો કરી રહ્યા છે. આ પછી પીએમ મોદી દીક્ષાંત સમારોહમાં […]

રોમા માણેકના પતિ બન્યા ગાંધીનગરના મેયર, હવે કંઇક આવી જોવા મળે છે અભિનેત્રી
Gandhinagar

રોમા માણેકના પતિ બન્યા ગાંધીનગરના મેયર, હવે કંઇક આવી જોવા મળે છે અભિનેત્રી

ગાંધીનગરમાં કોર્પોરેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયરની વરણી કરવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી મેયર […]

તરછોડાયેલા બાળકની અસલી માતાને લઈને થયો મોટો ઘટસ્ફોટ, કિસ્સાનો આવ્યો ભયાનક વળાંક
Gandhinagar

તરછોડાયેલા બાળકની અસલી માતાને લઈને થયો મોટો ઘટસ્ફોટ, કિસ્સાનો આવ્યો ભયાનક વળાંક

ગાંધીનગરના પેથાપુરની સ્વામીનારાયણ ગૌશાળા પાસેથી તારીખ 7મી ઓક્ટોબરની રાત્રે એક માસૂમ બાળક શિવાંશ મળી આવ્યો હતો. તારીખ 8મી ઓક્ટોબરના રોજ […]