શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

એરપોર્ટ પર સોનાની દાણચોરી કરવા યુવકે ઘડ્યો જોરદાર પ્લાન, પણ આ એક નાનકડી ભૂલને કારણે આવી ગયો પોલીસના હાથમાં

M

MT Online Correspondent

•3 મિનિટ વાંચો
શેર કરો:
એરપોર્ટ પર સોનાની દાણચોરી કરવા યુવકે ઘડ્યો જોરદાર પ્લાન, પણ આ એક નાનકડી ભૂલને કારણે આવી ગયો પોલીસના હાથમાં

એરપોર્ટ પરથી વસ્તુઓ ચોરીને લાવવામાં પ્રયત્ન કરતા ઘણા લોકો પકડતા હોય છે પરંતુ ચોરીની કરતૂત પકડાતી હોવા છતાં તે લોકો અટકવાનું નામ લઈ રહ્યા નથી. કોઈક વાર ગિફ્ટ બોક્સમાં, બૂટમાં, ગળી જઈને અનેક રીતે સોનાની ચોરી કરવામાં આવતી હોય અને તે પકડાય જાય છે. પરંતુ કેરળમાં આવેલા કન્નુર એરપોર્ટ પરથી સોનાનું સ્મગલિંગ કરનારને એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા વિચિત્ર રીતે ચોરી કરનારને પકડી પાડવામાં આવ્યો છે.

જેમાં ચાલાકી વાપરીને પેસ્ટના સ્વરૂપમાં 302 ગ્રામ સોનું લઈને આવતા વ્યક્તિને સોમવારની સવારના કન્નુર એરપોર્ટ પરથી ઝડપી પડાયો છે. આ વ્યક્તિ પાસેથી કુલ 14 લાખ રૂપિયાનું સોનું મળી આવેલ છે. આ વ્યક્તિએ સોનાને બિસ્કિટ કે ઘરેણાના સ્વરૂપમાં નહીં પરંતુ પેસ્ટ બનાવીને સ્મગલિંગ કરવાની ચાલાકી વાપરવામાં આવી હતી. આ વ્યક્તિએ બે લેયરવાળું પેન્ટ તૈયાર કરાવી દીધું હતું અને તેની વચ્ચે સોનું પેસ્ટના સ્વરૂપમાં છુપાવી દીધું હતું.

એક નામી ન્યુઝ ચેનલ દ્વારા શેર કરવામાં આવેલી ટ્વીટમાં ઝડપાયેલા વ્યક્તિ દ્વારા કઈ રીતે બે પડવાળા પેન્ટની વચ્ચે સોનું છૂપાવીને લાવવામાં આવી રહ્યું હતું તે બતાવવામાં આવેલ છે. જેમાં પેન્ટમાં જે પીળો ભાગ દેખાય રહ્યો છે તે સોનું જ છે. પેસ્ટ સ્વરૂપમાં પેન્ટમાં સોનું છૂપાવીને જતા વ્યક્તિને કન્નુર એરપોર્ટ પર યુવકને એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ઝડપી પાડવામાં આવતા 302 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

યુવક દ્વારા વાપરવામાં ચાલાકી વિશે જાણીને લોકોને પણ ભારે આશ્ચર્ય થઈ ગયા હતું. જાણો લોકો દ્વારા આ અંગે કેવી-કેવી પ્રતિક્રિયા અપાઈ રહી છે. જેમાં જાણવા મળ્યું છે કે, આ પ્રકારનું પેન્ટ પહેરીને જતા પેસેન્જરને જોઈને આશ્ચર્ય થઈ ગયા હતા. એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા યુવકને રોકીને તેની તપાસ કરાઈ હતી.

જેમાં તેનું પેન્ટની જાડાઈ ચેક કરતા કંઈક શંકાસ્પદ જોવા મળી રહ્યું હોવાની શંકા ગઈ હતી. ત્યાર બાદ યુવકની પૂછપરછ કરવામાં આવી અને તેણે પહેરેલા પેન્ટને ખોલીને ચેક કર્યું તો એર ઈન્ટેલિજન્સ યુનિટની શંકા સાચી નીકળી હતી.

યુવક દ્વારા પહેરવામાં આવેલ પેન્ટ એટલા માટે જાડું લાગી હર્યું હતું કેમકે કે તેણે તેને બે લેયરમાં તૈયાર કરેલ હતું અને તેની અંદર સોનાના બિસ્કિટ કે કોઈ વસ્તુમાં નહીં પરંતુ લિક્વિડ ફોર્મમાં પેન્ટના બે પડની વચ્ચે છુપાવવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ મુસાફરની ઊંડી તપાસ કરાશે કે, તેણે આ અગાઉ આ પ્રકારનો ગુનો એરપોર્ટ પર કર્યો છે કે નહી. આ બાબતને લઈને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

રાજસ્થાનમાં કોંગ્રેસના શહેર પ્રમુખ પર હુમલો, મિલકતના વિવાદમાં મારી ગોળી
Crime

રાજસ્થાનમાં કોંગ્રેસના શહેર પ્રમુખ પર હુમલો, મિલકતના વિવાદમાં મારી ગોળી

રાજસ્થાનના બારાં શહેરમાં તલાવડા રોડ પર બદમાશોએ કોંગ્રેસના શહેર પ્રમુખ અને પૂર્વ અધ્યક્ષ ગૌરવ શર્માને ગોળી મારી હતી. ઘટના બાદ […]

મુંબઈથી સામે આવ્યો ચોંકાવનારો મામલો, મોતના બે દિવસ બાદ જામીન કરાઈ મંજૂર
Crime

મુંબઈથી સામે આવ્યો ચોંકાવનારો મામલો, મોતના બે દિવસ બાદ જામીન કરાઈ મંજૂર

ભારતની નાણાકીય રાજધાની મુંબઈથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈની એક અદાલતે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલા 62 વર્ષીય વ્યક્તિને […]

200 થી વધુ છોકરીઓ સાથે બળાત્કારનો ભારતનો સૌથી મોટો કેસ, તેને કેવી રીતે દબાવવામાં આવ્યો
Crime

200 થી વધુ છોકરીઓ સાથે બળાત્કારનો ભારતનો સૌથી મોટો કેસ, તેને કેવી રીતે દબાવવામાં આવ્યો

બળાત્કારનો સૌથી મોટો મામલોઃ રાજસ્થાનની અજમેરની સોફિયા ગર્લ્સ કોલેજ, દેશની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક. સોફિયા ગર્લ્સ કોલેજમાં નામાંકિત લોકોની છોકરીઓ […]

મહિલાને કારમાં ખેંચી, ચાલતા વાહનમાં આખી રાત ગેંગરેપ કર્યો, પછી ઘરની બહાર ફેંકી દીધી
Crime

મહિલાને કારમાં ખેંચી, ચાલતા વાહનમાં આખી રાત ગેંગરેપ કર્યો, પછી ઘરની બહાર ફેંકી દીધી

બેંગલુરુમાં એક મહિલા સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. ચાલતી કારમાં 4 લોકોએ મહિલા પર ગેંગરેપ કર્યો. પોલીસે આ અંગે […]