શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

આજે સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી, જજે કહ્યું…

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
આજે સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી, જજે કહ્યું…

બાબા વિશ્વનાથના શહેર વારાણસીમાં વિવાદિત જ્ઞાનવાપી સંકુલ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે વારાણસીની જિલ્લા અદાલતના ચુકાદાની રાહ જોશે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી છે. જણાવી દઈએ કે કોર્ટ અંજુમન ઈન્તેજામિયા મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરી રહી હતી. મસ્જિદ કમિટીએ કમિશન દ્વારા કરાયેલા સર્વેને કોર્ટમાં પડકાર્યો હતો.

જણાવી દઈએ કે જ્ઞાનવાપી મસ્જિદ-શ્રૃંગાર ગૌરી કેસની સુનાવણી જિલ્લા કોર્ટમાં ચાલી રહી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના નિર્ણય પછી પણ કાયદાકીય વિકલ્પો ખુલ્લા રહેશે. તે જ સમયે, કોર્ટે અન્ય બે અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે જે બે અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, તેમાં એકમાં મસ્જિદ પરિસરમાં મળી આવતા શિવલિંગની પૂજા કરવાનો અધિકાર માંગવામાં આવ્યો હતો. બીજી અરજીમાં શિવલિંગની કાર્બન ડેટિંગની માગણી કરવામાં આવી હતી. 17 મેના રોજ સુપ્રીમ કોર્ટે વારાણસીના જિલ્લા ન્યાયાધીશને જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલમાં મળેલા શિવલિંગને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે મુસ્લિમોને મસ્જિદમાં નમાઝ પઢવાની છૂટ આપવામાં આવી હતી.

ટૅગ્સ:#VARANASI COURT
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Bengaluru Apartment Woman Skeleton Found
India

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

Fortune Sunflower Oil FSSAI Penalty
Delhi

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ

દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા
India

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા

મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
India

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત

વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]