સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

Ind vs SA Final: વર્લ્ડ કપની ફાઈનલમાં વરસાદ થશે તો કોને મળશે ટ્રોફી, કઈ રીતે લેવાયો મોટો નિર્ણય

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
Ind vs SA Final: વર્લ્ડ કપની ફાઈનલમાં વરસાદ થશે તો કોને મળશે ટ્રોફી, કઈ રીતે લેવાયો મોટો નિર્ણય

નવી દિલ્હી: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આઈસીસી ટી 20 વિશ્વ કપ ફાઈનલની રાહ હવે ખતમ જવા જઈ રહી છે. આજે રાતે ટૂર્નામેન્ટના વિજેતાના નામ સામે આવી જશે. આ મેચમાં સૌની નજર સાઉથ આફ્રિકાની ટીમ પર રહેશે, કેમકે તેણે પહેલી વાર કોઈ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય ટીમ પાછલી કેટલીય આઈસીસી ફાઈનલમાં હારની નિરાશાને ટ્રોફીમાં બદલવા માગશે. આ મેચ પર વરસાદનું સંકટ પણ મંડરાયેલું છે અને મેચ ન થઈ શકવાની સ્થિતિમાં કોણ વિજેતા બનશે, તે સવાલ આપણા સૌના મગજમાં ફરે છે.

આઈસીસી ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં આજે રાતે ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે મેચ થશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ ગત વર્ષે વન ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે મળેલી હારથી નિરાશ છે. તો વળી આ અગાઉ આઈસીસી ટેસ્ટૉ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પણ આ ટીમે હરાવ્યા હતા. આ વખતે સુપર-8માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, જ્યારે ઈંગ્લેન્ડને સેમીફાઈનલમાં બહારનો રસ્તો બતાવ્યો. પાછલી વખતે ટી 20 વિશ્વ કપ સેમીફાઈનલમાં ભારતને આ ટીમે હરાવીને બહાર કરી હતી. સાઉથ આફ્રિકા જો અહીં જીતી જશે તો પહેલી વાર કોઈ આઈસીસી ટ્રોફી પર કબ્જો કરશે.

ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે થનારી આઈસીસી ટી 20 વિશ્વ કપની ફાઈનલમાં વધારાની 190 મિનિટ રાખી છે. જો આ મેચ ન થઈ શકે તો રિઝર્વ ડે એટલે 30 જૂને તે પુરી કરવામાં આવશે. આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. જો વરસાદના કારણે મેચ રિઝર્વ ડે પર પણ ન રમાય તો ટૂર્નામેન્ટને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. તેનો અર્થ એ થાય કે, ભારત અને સાઉથ આફ્રિકા બંને ટી 20 વિશ્વ કપ વિજેતા ઘોષિત થશે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

ind vs sa t20 world cup final 2024
Cricket

IND vs SA: ટીમ ઈંડિયા 17 વર્ષ બાદ બન્યું વર્લ્ડ ચેમ્પિયન, સાઉથ આફ્રિકા સામે 7 રને ફાઈનલ જીતી

છેલ્લા 7 મહિનાથી જે 19 નવેમ્બરનું દર્દ ટીમ ઈંડિયા અને ભારતીય ફેન્સના દિલમાં હતું, તે 29 જૂને હંમેશા માટે દૂર […]

T20 world cup 2024
Cricket

ટીમ ઈંડિયાએ વર્લ્ડ કપમાં ધમાકેદાર હેટ્રિક જીત નોંધાવી, અમેરિકાને 7 વિકેટે હરાવ્યા

T20 world cup 2024: ટીમ ઈંડિયાએ ટી 20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂયોર્કમાં રમાયેલી […]

IPLમાં સતત શરમજનક પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાને પત્ની નતાશા ડિવોર્સ આપશે?
Bollywood

IPLમાં સતત શરમજનક પ્રદર્શન કરનારા હાર્દિક પંડ્યાને પત્ની નતાશા ડિવોર્સ આપશે?

Hardik-Natasa Divorce: છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા […]