શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

PM મોદીની Youtube ચેનલ પર એક કરોડ સબસ્ક્રાઇબર્સ, આવક જાણી માથું ખંજવાળશો

M

MT Online Correspondent

•3 મિનિટ વાંચો
શેર કરો:
PM મોદીની Youtube ચેનલ પર એક કરોડ સબસ્ક્રાઇબર્સ, આવક જાણી માથું ખંજવાળશો

પીએમ નરેન્દ્ર મોદી ભારતના એક શક્તિશાળી અને પ્રભાવશાળી નેતા છે જેમને રાજકારણી તરીકે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. PM મોદી પણ મન કી બાત કરવા લાઈવ આવે છે, જેના કારણે લાખો લોકો જોડાય છે અને તેમને સાંભળે છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વડાપ્રધાનની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. જો તમને આ અંગે કોઈ શંકા હોય, તો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ જોઈ શકો છો, જેના પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા એક કરોડને પાર પહોંચી ગઇ છે. તેમની સાથે સંબંધિત અપડેટ્સ જાણવા માટે, હવે લોકો YouTube પર તેમની સાથે વધુને વધુ જોડાઈ રહ્યા છે. એક રાજનેતા તરીકે તેમના માટે આટલા ફોલોઅર્સ હોવા એ કોઈ મોટી વાત નથી, પરંતુ યુટ્યુબ પર આટલા ફોલોઅર્સ જોઈને કોઈનું માથું ચકરાઈ જશે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયાની દુનિયામાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ વખતે તેમણે યુટ્યુબ ચેનલ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા હવે 10 મિલિયનને વટાવી ગઈ છે.

તમને જણાવી દઈએ કે યુટ્યુબમાં ફોલોઅર્સની બાબતમાં તેઓ વિશ્વના નેતાઓ કરતા ઘણા આગળ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન યુટ્યુબ પર સાત લાખથી વધુ ‘ફોલોઅર્સ’ ધરાવે છે, જ્યારે વ્હાઇટ હાઉસ યુટ્યુબ ચેનલના 19 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારો પાસે 3.6 મિલિયનથી વધુ, મેક્સીકન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર 30.7 લાખ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદો 28.8 લાખ અને વ્હાઇટ હાઉસ 1.9 લાખ ફોલોઅર્સ છે.

તમને જણાવી દઈએ કે યુટ્યુબ ચેનલ પર એક કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતા સર્જકો સામાન્ય રીતે 10 લાખથી 20 લાખ રૂપિયાની કમાણી કરે છે. પીએમ મોદીના પણ સબસ્ક્રાઈબર્સની સંખ્યા એટલી જ છે આવી સ્થિતિમાં કમાણી લગભગ એટલી જ હશે. તેનો અંદાજ લગાવી શકાય છે. જોકે આ ચેનલમાંથી ખરેખર કેટલા પૈસા કમાયા છે તેની કોઈ માહિતી અમારી પાસે નથી. જો આ ચેનલ વધુ કમાણી કરે તો સ્વાભાવિક છે કે તેનો ઉપયોગ દેશના વિકાસ માટે થયો હશે.

AD
ટૅગ્સ:#Youtube
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Bengaluru Apartment Woman Skeleton Found
India

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

Fortune Sunflower Oil FSSAI Penalty
Delhi

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ

દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા
India

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા

મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
India

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત

વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]