સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

શૂટિંગ પરથી પાછી ફરતી ‘પુષ્પા-2’ની ટીમનો અકસ્માત થયો, કૃ મેમ્બર્સ થયા ગંભીર રીતે ઘાયલ

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
શૂટિંગ પરથી પાછી ફરતી ‘પુષ્પા-2’ની ટીમનો અકસ્માત થયો, કૃ મેમ્બર્સ થયા ગંભીર રીતે ઘાયલ

હૈદરાબાદ પરત ફરતા સર્જાયો અકસ્માત
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા – ધ રૂલ’ના ક્રૂ મેમ્બર્સનો અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે જ્યારે ફિલ્મના ક્રૂ મેમ્બર્સ શૂટિંગ પૂર્ણ કરીને પોતાની બસમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં તેમની બસનું અકસ્માત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, માત્ર નાની-મોટી ઈજા થઈ છે.

હૈદરાબાદ પરત ફરતા સર્જાયો અકસ્માત
દુર્ઘટના સમયે અલ્લુ અર્જુન બસમાં ન હતો. જેથી તે આ અકસ્માતનો શિકાર બનતા બચી ગયો હતો. ફિલ્મના સમગ્ર ક્રૂ મેમ્બર થોડા સમય પહેલા સુધી મેરેડુમિલીમાં હતા. ત્યાં તે અલ્લુ અર્જુન માટે મહત્વના સીનની શૂટિંગમાં વ્યસ્ત હતા. પરંતુ શિડ્યુલ સમાપ્ત થવાને કારણે તે બધા આજે બસ દ્વારા હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

પુષ્પા-2 વર્ષ 2024 પહેલા નહી થાય રિલીઝ
અલ્લુ અર્જુનના ફેન્સને ‘પુષ્પા-ધ રૂલ’ માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ વર્ષ 2024 પહેલા સિનેમાઘરોમાં રિલીઝ નહી થાય. જો કે ફિલ્મના ઘણા સીન શૂટ થઈ ગયા છે, પરંતુ હજુ પણ કેટલાક સીન બાકી છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મ માટે બોલીવૂડ એક્ટર રણવીર સિંહનો સંપર્ક કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આને લગતી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

ગિલ-સુદર્શને ધમાલ મચાવી: IPLમાં સદી ફટકારનારી પ્રથમ જોડી બની, આપ્યો મોટો ટાર્ગેટ
Cricket

ગિલ-સુદર્શને ધમાલ મચાવી: IPLમાં સદી ફટકારનારી પ્રથમ જોડી બની, આપ્યો મોટો ટાર્ગેટ

નવી દિલ્હી: આઈપીએલ 2024ની 56મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટંસની વચ્ચે રમાઈ ગઈ. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને […]

ટ્વિટર લાવી રહ્યું છે ગજબનું ફીચર, તરત જ પકડી પડશે અસલી – નકલી
Updates

ટ્વિટર લાવી રહ્યું છે ગજબનું ફીચર, તરત જ પકડી પડશે અસલી – નકલી

માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ AI દ્વારા બનાવેલી નકલી ફોટોને […]