બરબાદ કરી નાખી દીકરીની ખુશીઃ 40 વર્ષની સાસુ જમાઈ સાથે ભાગી ગઈ… મહિલા પાંચ બાળકોની માતા છે
MT Online Correspondent

પંજાબના કપૂરથલા જિલ્લાના એક ગામની 40 વર્ષીય મહિલા તેના જમાઈ સાથે ભાગી ગઈ હતી. દીકરીના લગ્નને માંડ ત્રણ મહિના જ થયા હતા. પાંચ દિવસ પહેલા જમાઈ સાસરિયાના ઘરે આવ્યો હતો, જે સાસુ સાથે ભાગી ગયો હતો.
નવવિવાહિત પરિણીતા અને તેના દિયરે ગુરદાસપુરના પુરાણાશાલા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ કપૂરથલા જિલ્લાના એક ગામની રહેવાસી યુવતીના લગ્ન ગુરદાસપુરના એક ગામના યુવક સાથે થયા હતા.
પરિણીતા અને તેના દીયરે પોલીસને જણાવ્યું હતું કે, ફરાર યુવક વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ કારણે તે ઘણી વખત તેની સાસુ સાથે બહાર જતો હતો. આ દરમિયાન સાસુ અને જમાઇ વચ્ચે પ્રેમસંબંધ ગાઢ બન્યો હતો.
તેને આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે યુવક પાંચ દિવસ પહેલા તેના સાસરે આવ્યો હતો અને પાસપોર્ટ બનાવવાના બહાને તેની સાસુ સાથે ક્યાંક ભાગી ગયો હતો. તમામ સંબંધીઓ અને અન્ય સંભવિત સ્થળોએ શોધખોળ કર્યા બાદ પણ બંનેનો કોઈ પત્તો લાગ્યો નથી.
40 વર્ષીય મહિલાને પાંચ બાળકો પણ છે. થાણા પુરાણશાળાના ઈન્ચાર્જ હરમિન્દર સિંહે ફરિયાદની પુષ્ટિ કરી અને કહ્યું કે આ બાબત તેમના ધ્યાન પર આવી ગઈ છે. ફરાર સાસુ અને જમાઈની શોધખોળ ચાલુ છે. બંને જલ્દી પકડાઈ જશે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

બંધ એપાર્ટમેન્ટમાંથી મળ્યો મહિલાનો 1 વર્ષ જૂનો કંકાલ, રૂમમાં સ્પ્રેની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
બેંગલુરુના એક પોશ વિસ્તારમાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાંથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી […]

ફોર્ચ્યુન સનફ્લાવર ઓઈલ વિટામિન D ટેસ્ટમાં ફેલ, FSSAI એ કંપની પર ફટકાર્યો દંડ
દેશમાં પેકેજ્ડ ફૂડ અને ખાધ્ય તેલની ગુણવત્તા પર નજર રાખતી સંસ્થા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ […]

અજબ પ્રેમ કી ગજબ કહાની: 35 વર્ષની વહુના પ્રેમમાં પાગલ થયાં 70 વર્ષના સસરા, ઘરેથી ભાગી લગ્ન કરી લીધા
મઉ: ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના ઘોસીમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીં […]

વાયનાડમાં મોટી દુર્ઘટના: ભારે વરસાદના કારણે પહાડ ધસી પડ્યો, 19 લોકોના મોત
વાયનાડ: કેરલના વાયનાડ જિલ્લાના મેપ્પાડી નજીક મંગળવારે સવારે કેટલાય પહાડી વિસ્તારમાં ભારે ભૂસ્ખન થયું. સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુંદકઈ […]
