શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026
MotionToday

વડોદરામાં સાદા પહેરવેશમાં મહિલા પોલીસકર્મીઓની સખ્ત કાર્યવાહી, જાહેર રસ્તાઓ પર ટપોરીગીરી કરનાર રોમીયોને ઝડપ્યા

M

MT Online Correspondent

•2 મિનિટ વાંચો
શેર કરો:
વડોદરામાં સાદા પહેરવેશમાં મહિલા પોલીસકર્મીઓની સખ્ત કાર્યવાહી, જાહેર રસ્તાઓ પર ટપોરીગીરી કરનાર રોમીયોને ઝડપ્યા

વડોદરા શહેર પોલીસની C ટીમ દ્વારા રોડ રોમિયોને પકડી પાડવા માટે અભિયાન શરુ કરવામાં આવેલ છે. છેલ્લા 5 દિવસમાં 11 જેટલા રોડ રોમિયોને C ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. વડોદરામાં જાહેર રોડ પર યુવતીઓની છેડતી કરતા અસામાજિક તત્વો અને ટપોરીઓને ઝડપી લેવા માટે શી ટીમ દ્વારા ખાનગી પહેરવેશમાં હાજર રહીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ મામલામાં શહેરના નવાપુરા વિસ્તારમાં જાણકારીના આધારે મહિલા પોલીસ સાદા પહેરવેશમાં પસાર થઈ હતી ત્યારે એક ટપોરીએ તેને જ હાથથી અભદ્ર ઇશારો કરતા પકડાયો છે. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો.

આ ઘટનાની વાત કરવામાં આવે તો નવાપુરા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા સાદા પહેરવેશમાં પેટ્રોલિંગમાં રહેલી હતી. તે દરમિયાન કહાર મહોલ્લાના નાકા પાસે ઇરફાન ઉર્ફે રાજા અજીજખાન પઠાણ નામના વ્યક્તિ દ્વારા સાદા ડ્રેસમાં પસાર થઇ રહેલી ત્રણ મહિલા કોન્સ્ટેબલને હાથથી અભદ્ર ઇશારો કરવામાં આવ્યો હતો. આ ઇશારો કરવાની સાથે જ આરોપી ઇરફાન કંઇ સમજે તે પહેલા તો મહિલા પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નોંધનીય છે કે, શહેરના જે.પી.રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સનફાર્મા રોડ મહારાજા ચાર રસ્તા પાસે સાંજના સમયે ફકીર મહમંદ ઘોરી અને અકીબ મુસ્તાકભાઇ પટેલ અવર-જવર કરનારી મહિલાઓને બીભત્સ ચેનચાળા કરતો હતો. જ્યારે હવે મામલા મહિલા પોલીસકર્મીઓ દ્વારા સખ્ત કાર્યવાહી કરતા આ બંનેને ઝડપી પાડ્યા હતા.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

વડોદરામાં સાન્તાક્લોઝ ચોકલેટ વહેંચતો હતો, લોકોએ તેને માર માર્યો; ખ્રિસ્તી સમુદાયે સુરક્ષાની માંગ કરી
Central Gujarat

વડોદરામાં સાન્તાક્લોઝ ચોકલેટ વહેંચતો હતો, લોકોએ તેને માર માર્યો; ખ્રિસ્તી સમુદાયે સુરક્ષાની માંગ કરી

આખું વિશ્વ 25મી ડિસેમ્બરે ખૂબ જ ધામધૂમથી નાતાલની ઉજવણી કરે છે. ભારતમાં પણ આને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. […]

વડોદરામાં 89 વર્ષના હાયપરસેક્સ્યુઅલ પતિથી કંટાળી 87 વર્ષની પત્નીએ અભયમને ફોન કર્યો
Central Gujarat

વડોદરામાં 89 વર્ષના હાયપરસેક્સ્યુઅલ પતિથી કંટાળી 87 વર્ષની પત્નીએ અભયમને ફોન કર્યો

વડોદરાઃ ગુજરાતની 181 અભયમ હેલ્પલાઇનમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને સૌ કોઇ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ […]

વડોદરામાં કોમી તણાવ, ગણેશ પ્રતિમાની શોભાયાત્રા દરમિયાન અથડામણ, 13ની ધરપકડ
Gujarat

વડોદરામાં કોમી તણાવ, ગણેશ પ્રતિમાની શોભાયાત્રા દરમિયાન અથડામણ, 13ની ધરપકડ

ગુજરાતના વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ લઈને નીકળેલી શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. બંને તરફથી […]

મંદિરના શિખર પર ધ્વજારોહણ બાદ એક જ દિવસમાં લાખો ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા
Gujarat

મંદિરના શિખર પર ધ્વજારોહણ બાદ એક જ દિવસમાં લાખો ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા

પંચમહાલ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં આવેલ મહાકાળી માતાજીના મંદિરે રવિવારે વહેલી સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં વહેલી […]