સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

આંધળી અંધશ્રધ્ધા: ભાવનગરમાં મામા દેવના માડવામાં ભૂવાને વાગી તલવાર, તાત્કાલિક ખસેડવો પડ્યો હોસ્પિટલ…

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
આંધળી અંધશ્રધ્ધા: ભાવનગરમાં મામા દેવના માડવામાં ભૂવાને વાગી તલવાર, તાત્કાલિક ખસેડવો પડ્યો હોસ્પિટલ…

આજે જ્યારે આધુનિક જમાનો ચાલી રહ્યો છે ત્યારે પણ ઘણા લોકો અંધશ્રધ્ધાની આડમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે તેઓ કઈ પણ કરી બેસે છે. અને અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલમાં જ આવો એક કિસ્સો ગુજરાતના ભાવનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં મામાદેવના માંડવામાં ધૂણતા ભૂવાને તલવાર વાગી ગઈ હતી.

ટેક્નોલોજી ના યુગમાં ભૂવાને હોસ્પિટલ ભેગું થવાનો વારો આવ્યો છે અને એ પણ અંધશ્રધ્ધાને કારણે. આ ઘટના વિષે જાણીને તમે પણ ચકિત થઈ જશો. વાત એમ છે કે મામાદેવ ના માંડવા માં એક ભૂવો 2 તલવાર લઈને ધૂણી રહ્યો હતો. આ તલવાર ને પેટના નીચેના ભાગે રાખીને તે મામાદેવના પરચા બતાવી રહ્યો હતો. જે આપણને વિડીઓમાં જોવા મળી રહ્યું છે.

તેમ સ્પષ્ટ જોઈ શકે છે કે આ કરતબ દરમિયાન ભૂવાને તલવાર પેટમાં વાગી ગઈ હતી. અને લોહીની સરવાણી ફૂટી હતી. ધડધડ લોહી નીકળવા લાગ્યું હતું જેના કારણે તે લોહીલુહાણ થયો હતો. ભૂવાને પણ તરતજ આ વાતનો ખ્યાલ આવી ગયો હતો. લોહી નીકળતી હાલતમાં જ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ વિડીયો ભાવનગર ના જ કોઈ શહેરી વિસ્તારનો હોવાનું મનાય છે પણ ચોક્કસ કયા વિસ્તારનો છે તે જાની શકાયું નથી. હાલના અતિ આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રધ્ધામાં વિશ્વાસ કરી રહ્યા છે તે જોઈને એમ થાય છે કે આપણે હજુ ઘણા પાછળ છીએ.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Bhavnagar liquor news
Bhavnagar

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

ભાવનગરમાં માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયા, વર્ષો જૂની ચકલીની પરંપરાનો લાઇવ વીડિયો
Bhavnagar

ભાવનગરમાં માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયા, વર્ષો જૂની ચકલીની પરંપરાનો લાઇવ વીડિયો

ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વર્ષો જૂની લોકવાયકા સાચી પડી છે. આજે અહીં માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા […]

ભાવનગરમાં નર્સનો આપઘાત: ‘લવ યુ મમ્મી-પાપા, ત્યાં લગ્ન કરવા નથી એટલે…’
Bhavnagar

ભાવનગરમાં નર્સનો આપઘાત: ‘લવ યુ મમ્મી-પાપા, ત્યાં લગ્ન કરવા નથી એટલે…’

ભાવનગરમાં શહેરની હોસ્પિટલમાં એક યુવતી દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે જેના કારણે ચકચાર મચી ગયો […]

ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા, નજીકના ગામોને અપાયું એલર્ટ
Bhavnagar

ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા, નજીકના ગામોને અપાયું એલર્ટ

ભાવનગર જિલ્લામાં સતત છેલ્લા થોડા દિવસો અતિથી ભારે વરસી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટેની ભારે વરસાદની […]