ભાવનગરમાં શહેરની હોસ્પિટલમાં એક યુવતી દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે જેના કારણે ચકચાર મચી ગયો છે. તેને આત્મહત્યા કેમ કરવામાં આવી તેને લઈને યુવતી દ્વારા સુસાઇડ નોટ પણ લખવામાં આવી છે.
ભાવનગરમાં શહેરની સર ટી. હોસ્પિટલમાં રવિવારના સાંજે નર્સિંગ સ્ટાફની યુવતી દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. હોસ્પિટલના સાતમા માળે યુવતી દ્વારા ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લેવામાં આવી છે. સ્ટોર વિભાગમાં નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવનાર અમી મકવાણા નામની યુવતી દ્વારા સુસાઈડ નોટમાં માતા-પિતા પ્રત્યે ખૂબ જ લાગણી દર્શાવતા કીધું હતું કે મારે લગ્ન કરવા નથી. નિલમબાગ પોલીસ સ્ટેશનની ટીમ આ ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જયારે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરની સિવિલ હોસ્પિટલના સાતમા માળે આવેલા મેડિસન સ્ટોરના સિસ્ટર રૂમમાં આવેલા સ્ટોર રૂમમાં રવિવારના સાંજે અમીબેન તુલસીભાઇ મકવાણા દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હતી. અમી દ્વારા રૂમમાં પંખા સાથે દોરડા વડે લટકીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરવામાં આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું હતું. જ્યારે આ બનાવની જાણ પોલીસને થતા નિલમબાગ પોલીસ મથક પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.
તેની સાથે જાણવા મળ્યું છે કે, આત્મહત્યા કરનાર યુવતીની બેગમાંથી એક સુસાઇડ નોટ પણ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. યુવતીને લગ્ન નહોતા કરવા જેના કારણે આ પગલું ભર્યું હોવાનો ખુલાસો સુસાઇડ નોટમાં જાહેર કરવામાં આવ્યો છે. તેને સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે, મારે લગ્ન ત્યાં નથી કરવાં એટલે આ પગલું ભરી રહી છું અને તેની સાથે લવ યુ મમ્મી, લવ યુ પપ્પા પણ લખ્યું હતું.
બીજી તરફ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની યુવતીના આત્મહત્યાના કારણે હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું હતું. સમગ્ર હોસ્પિટલમાં તથા પરિવારમાં યુવતીની આત્મહત્યા બાદ શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેની સાથે પોલીસ દ્વારા યુવતીનો ફોન તથા અન્ય વસ્તુઓને પણ જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે આ બાબતમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.