ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા, નજીકના ગામોને અપાયું એલર્ટ
MT Online Correspondent

ભાવનગર જિલ્લામાં સતત છેલ્લા થોડા દિવસો અતિથી ભારે વરસી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટેની ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેના કારણે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પણ વરસી રહ્યો છે.
ભારે વરસાદના કારણે ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાલિતાણા શેત્રુંજી ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવેલ છે. ઉપરવાસમાં વરસાદના કારણે 15340 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકમાં વધારો થતા ડેમના તમામ દરવાજા ખોલવામાં આવેલ છે. ડેમમાંથી 15340 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે
ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખુટવડા પાસેથી પસાર થનારી માલણ નદી બે કાંઠે વહેવા લાગી છે. ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થવાના કારણે માલણ ડેમ ઓવરફ્લો થયેલ છે. માલણ ડેમ ઓવરફ્લો થવાની સાથે જ ડેમના ઓટોમેટિક 24 દરવાજા ખૂલી ગયા હતા. પાણીની આવક વધતા માલણ ડેમ પરથી 31317 કયુસેક પાણીનો પ્રવાહ પસાર થવા લાગ્યો છે. જળાશયની નીચાણવાળા આવેલ મહુવા તાલુકાના 10 ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. માલણ ડેમ ઓવરફ્લો થતા ગોરસ, નાનાજાદરા, કુંભણ, લખુપરા, મહુવા, સાંગણીયા, તાવેડા, અને ઉમણીયાવદર ગામોને એલર્ટ રહેવા ચેતવણી આપવામાં આવી છે.
તેની સાથે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત મોડી રાત્રીના ભારે વરસાદ આગમન થયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે મહુવામાં 3 ઇંચ તેમજ જિલ્લાના વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. તેની સાથે ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણા અને તળાજા તાલુકાના પંથકમાં પણ 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો.
ભાવનગર શહેરમાં ભારે વરસાદની સાથે અનેક જગ્યાઓ પર વીજળી પડવાની ઘટના સામે આવી હતી. તેની સાથે ભારે પવનના કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી પણ થયા હતા. જિલ્લાના અનેક તાલુકાઓમાં હજુ પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ સારી વાત એ પણ છે કે, શહેર અને જિલ્લામાં વરસાદ દરમ્યાન જાનહાનીની એક પણ ઘટના સામે આવી નથી.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી
ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

ભાવનગરમાં માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયા, વર્ષો જૂની ચકલીની પરંપરાનો લાઇવ વીડિયો
ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વર્ષો જૂની લોકવાયકા સાચી પડી છે. આજે અહીં માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા […]

આંધળી અંધશ્રધ્ધા: ભાવનગરમાં મામા દેવના માડવામાં ભૂવાને વાગી તલવાર, તાત્કાલિક ખસેડવો પડ્યો હોસ્પિટલ…
આજે જ્યારે આધુનિક જમાનો ચાલી રહ્યો છે ત્યારે પણ ઘણા લોકો અંધશ્રધ્ધાની આડમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે તેઓ […]

ભાવનગરમાં નર્સનો આપઘાત: ‘લવ યુ મમ્મી-પાપા, ત્યાં લગ્ન કરવા નથી એટલે…’
ભાવનગરમાં શહેરની હોસ્પિટલમાં એક યુવતી દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે જેના કારણે ચકચાર મચી ગયો […]
