ઘોર કળયુગ : ભાવનગરમાં બબ્બે દીકરા હોવા છતાં માતાને ભીખ માંગવા માટે કરવામાં આવી મજબૂર
MT Online Correspondent

ઘોર કળિયુગ હોય તેની પુરાવો રજૂ કરનાર એક ઘટના ભાવનગરથી સામે આવી છે. જેણે જાણીને તમે ચકિત થઈ જશો. જેમાં જાણવા મળ્યું છે કે, ભાવનગર શહેરમાં બબ્બે દીકરા હોવા છતાં તેમના વૃદ્ધ માતા ભીખારીની જેમ હાલતમાં શહેરના જવાહર મેદાનમાંથી મળી આવ્યા છે.
જ્યારે 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ આવ્યા બાદ તેની ટીમ દ્વારા આ વૃદ્ધ માતાને તેમની દીકરીના ઘરે મોકલી દેવામાં આવ્યા છે. તે બાબત દર્શાવે છે કે, દીકરાની તુલનામાં દીકરી સમાન નહીં પણ ચડિયાતી જ હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર હેલ્પ લાઇન 181 પર આજે કોઇનો કોલ આવ્યો હતો કે એક અંધ બહેન અહિંયા રોડ પર બેઠેલા છે અને કાંઇ પણ બોલતા નથી. જેમાં એ અંધ બહેન જવાહર મેદાનમાં હોવાનું જણાવવામાં આવ્યું હતુ. આ વ્યક્તિ તેને જવાહર મેદાનમાં મુકવા આવ્યો હતો ત્યાંથી તેણે 181 પર કોલ કરી દીધો હતો.
જેના કારણે 181 નો સ્ટાફ ઘટના સ્થળ પર ચાલ્યો આવ્યો હતો. તે દરમિયાન તે અંધ બહેન સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમની સાથે ઘનિષ્ઠ વાતચીત કરતા અને આ સ્થળે તમને કોણ મુકી ગયું? તેવો પ્રશ્ન પૂછતા જવાબમાં વૃદ્ધ મહિલાએ રડતા અવાજમાં કહ્યું હતુ કે, તેમને જે ભાઇ આ ગધેડિયા ફિલ્ડમાં મુકી ગયા હતા તે તેનો દીકરો જ રહેલો હતો. તેની સાથે જાણવા મળ્યું કે, આ વૃદ્ધ મહિલા ભીખ માંગીને જીવન પસાર કરી રહી હતી.
વૃદ્ધ મહિલા પાસે પૈસા હોય ત્યારે તેમના દીકરા તેને સાચવતા પણ જ્યારે પૈસા ખાલી થાય ત્યારે ગમે તેમ કરીને ગમે ત્યાં તે મુકી આવતા હતા. ગધેડિયા ફિલ્ડમાં રહેનાર બીજી બહેનો દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, તેમના દીકરીનું ઘર બતાવતા તેઓને તેમના ઘરે મુકવામાં આવ્યા હતા. આ દીકરીએ પોતાના પરિવારને આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, તેને બે ભાઇઓ છે જે વારંવાર મારી બાને ગમે ત્યાં મુકીને ચાલ્યા જાય છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી
ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

ભાવનગરમાં માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયા, વર્ષો જૂની ચકલીની પરંપરાનો લાઇવ વીડિયો
ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વર્ષો જૂની લોકવાયકા સાચી પડી છે. આજે અહીં માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા […]

આંધળી અંધશ્રધ્ધા: ભાવનગરમાં મામા દેવના માડવામાં ભૂવાને વાગી તલવાર, તાત્કાલિક ખસેડવો પડ્યો હોસ્પિટલ…
આજે જ્યારે આધુનિક જમાનો ચાલી રહ્યો છે ત્યારે પણ ઘણા લોકો અંધશ્રધ્ધાની આડમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે તેઓ […]

ભાવનગરમાં નર્સનો આપઘાત: ‘લવ યુ મમ્મી-પાપા, ત્યાં લગ્ન કરવા નથી એટલે…’
ભાવનગરમાં શહેરની હોસ્પિટલમાં એક યુવતી દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે જેના કારણે ચકચાર મચી ગયો […]
