વિરાટ કોહલીએ આઈપીએલ 2024માં રેકોર્ડ બનાવ્યો, 600 રન પુરા કરનારો એકમાત્ર ખેલાડી બન્યો
MT Online Correspondent

નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં પોતાના નામે મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. કોહલીએ 32 બોલમાં અડધી સદી પુરી કરી હતી. તે આઈપીએલમાં આ સીઝનમાં 600 રન બનાવનારો પહેલો ખેલાડી બની ગયો છે. તેની સાથે જ તેણે ઓરેન્જ કેપની રેસમાં ટોપ પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. કોહલીએ આઈપીએલની કોઈ એક સીઝનમાં ચોથી વાર 600 પ્લસ સ્કોર કર્યો છે. તે એક સીઝનમાં સૌથી વધારે વાર 600 પ્લસ સ્કોર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે કેએલ રાહુલની બરાબરી કરી લીધી છે. રાહુલે આઈપીએલ સિંગલ સીઝનમાં 4 વાર 600 પ્લસ રન બનાવ્યા છે.
વિરાટ કોહલીએ હાલની સીઝનમાં 12 ઈનિંગ્સમાં છઠ્ઠી વાર ફિફ્ટી મારી છે. આ સીઝનમાં તેણે પંજાબ કિંગ્સ વિરુદ્ધ બે વાર હાફ સેન્ચુરી મારી છે, જ્યારે કોલાકાતા, રાજસ્થાન, હૈદરાબાદ અને ગુજરાત વિરુદ્ધ પણ તેણે અડધી સદી ફટકારી હતી. કોહલીએ આઈપીએલમાં 3 ટીમો વિરુદ્ધ 1000 રન બનાવનારા લીગનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેણે આ દરમ્યાન પંજાબ વિરુદ્ધ પોતાના 1000 રન પણ પુરા કર્યા છે. વિરાટ કોહલી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ એક હજાર રન બનાવી ચુક્યો છે.
કોહલીએ રમી 92 રનની શાનદાર ઈનિંગ્સ
આ અગાઉ પંજાબ કિંગ્સે ટોસ જીતીને આરસીબીને પહેલા બેટીંગ કરવા બોલાવ્યા. આરસીબી તરફથી વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીએ ઈનિંગ્સની શરુઆત કરી. ટીમની શરુઆત સારી રહી નહોતી અને 19 ના સ્કોર પર આરસીબીએ કપ્તાનની વિકેટ ખોઈ દીધી. ડુપ્લેસી 9 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો. ત્યાર બાદ વિલ જૈક્સ પણ 12 રન બનાવીને આઉટ થઈ ગયો. રજત પાટીદારે વિરાટ સાથે મળીને સારી ભાગીદારી કરી. પાટીદારે 23 બોલમાં 55 રન ઠોકી દીધા. વિરાટ કોહલીએ 47 બોલમાં 92 રન મારી આઉટ થયો.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

Sataack 50 દ્વારા છ પુરુષ અને છ મહિલા ફ્રેન્ચાઇઝી સાથે પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગની જાહેરાત
Sataak Sports India Pvt. Ltd. દ્વારા Sataack 50ની જાહેરાત કરવામાં આવી છે. આ એક પ્રોફેશનલ ટેનિસ-બોલ ક્રિકેટ લીગ છે, જે […]

IND vs SA: ટીમ ઈંડિયા 17 વર્ષ બાદ બન્યું વર્લ્ડ ચેમ્પિયન, સાઉથ આફ્રિકા સામે 7 રને ફાઈનલ જીતી
છેલ્લા 7 મહિનાથી જે 19 નવેમ્બરનું દર્દ ટીમ ઈંડિયા અને ભારતીય ફેન્સના દિલમાં હતું, તે 29 જૂને હંમેશા માટે દૂર […]

Ind vs SA Final: વર્લ્ડ કપની ફાઈનલમાં વરસાદ થશે તો કોને મળશે ટ્રોફી, કઈ રીતે લેવાયો મોટો નિર્ણય
નવી દિલ્હી: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આઈસીસી ટી 20 વિશ્વ કપ ફાઈનલની રાહ હવે ખતમ જવા જઈ રહી છે. […]

ટીમ ઈંડિયાએ વર્લ્ડ કપમાં ધમાકેદાર હેટ્રિક જીત નોંધાવી, અમેરિકાને 7 વિકેટે હરાવ્યા
T20 world cup 2024: ટીમ ઈંડિયાએ ટી 20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂયોર્કમાં રમાયેલી […]
