દુનિયાભરમાં કલાક સુધી બંધ રહ્યા બાદ ફરી શરૂ થયું YouTube
MT Online Correspondent

દુનિયાની જાણીતી વીડિયો શેરિંગ વેબસાઇટ યુટ્યુટની સેવા કોઈ કારણસર બુધવારે કલાક સુધી ઠપ્પ થઈ ગઈ હતી. કલાક બાદ યુટ્યુબની સેવા ફરી શરૂ થઈ ગઈ છે. યુટ્યુબે પોતાના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પર સેવા ફરીથી શરૂ થઈ ગઈ હોવાનો સંદેશ પોસ્ટ કર્યો છે. આ અંગે યુટ્યુબે લખ્યું છે કે, “અમારી સેવા રાબેતા મુજબ ફરીથી શરૂ થઈ ગઈ છે. જો તમને કોઈ મુશ્કેલી જણાય તો અમને જાણ કરશો.”
આ અંગે દુનિયાભરના યુઝર્સે ફરિયાદ નોંધાવી હતી. અનેક લોકો યુટ્યુબ બંધ થઈ ગયું હોવાની ફરિયાદો સોશિયલ મીડિયા પર કરી રહ્યા હતા. બીજી તરફ યુટ્યુબ ઇન્ડિયાએ પર પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તેમની સાઇટ પર સમસ્યા હોવાનું જણાવ્યું હતું.
જે લોકો યુટ્યુબ પર વીડિયો જોવાનો કે તેના પર વીડિયો અપલોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેમને ‘Error 500’નો મેસેજ આવી રહ્યો હતો.
Thanks for your reports about YouTube, YouTube TV and YouTube Music access issues. We’re working on resolving this and will let you know once fixed. We apologize for any inconvenience this may cause and will keep you updated.
— Team YouTube (@TeamYouTube) October 17, 2018
યુટ્યુબ બંધ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ આ અંગેની ફરિયાદો તેમજ સ્ક્રિનશોટ્સ શેર કરવાનું શરૂ કરી દીધું હતું.
આ અંગે કંપનીએ ટ્વિટર પર એક નિવેદન આપતા કહ્યું છે કે, “ટુટ્યુબ ટીવી અને યુટ્યુબ મ્યુઝિકમાં આવી રહેલી સમસ્યા અંગે અમારું ધ્યાન દોરવા બદલ આભાર. અમે આ સમસ્યાના સમાધાન માટે કામ કરી રહ્યા છીએ. સમસ્યાના સમાધાન બાદ અમે તમને જાણ કરીશું. તમારી અગવડતા માટે અમે માફી માંગીએ છીએ. આ અંગે અમે તમને અપડેટ રાખીશું.”
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

રામાપીરના ટેકરા ખાતે મકાનોનું કૌભાંડ! લાખોનો સોદો, ગરીબો સાથે છેતરપિંડી
અમદાવાદના રામાપીરના ટેકરા ખાતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્લમ રિડેવલપમેન્ટ સ્કિમ હેઠળ ગરીબોને કાચા મકાનના બદલે પાકા મકાન બનાવી આપવાની યોજના […]

ધારણોજ ગામના RTI એક્ટિવિસ્ટની ઓળખ છતી થતા મળી ધમકી, તલાટીની ભૂમિકા શંકાસ્પદ
થરાદ જિલ્લામાં થોડા સમય પહેલા અમદાવાદના એક RTI એક્ટિવિસ્ટ રસિક ક્રાંતિકારીની હત્યા કરીને થરાદ કેનાલમાં લાશ ફેંકી દેવાઈ હતી. આરટીઆઇ […]

બાપ કમાલ બેટા ધમાલ: અભિષેક બચ્ચને મુંબઈના બોરીવલીમાં એક સાથે 6 એપાર્ટમેન્ટ ખરીદ્યા, કરોડોમાં ચુકવી કિંમત
Luxury Apartments: બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચનના ફિલ્મ સ્ટાર દીકરા અભિષેક બચ્ચને મુંબઈમાં મોટી એપાર્ટમેન્ટ ડીલ કરી છે. તેણે એક સાથે […]

એક જ ફળિયામાં બે પત્ની રાખતો હતો પતિ, પ્રથમ પત્નીને જાણ થતાં ભાંડો ફુટ્યો અને હોબાળો થયો
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ શક્સે પોતાના લગ્ન બાદ બે વર્ષે ફરી પાછા […]
